સંચાર ડિઝાઇન પુરસ્કાર
લેટિનથી આગળની લિપિઓ માટે
પ્રથમ આવૃત્તિ 2026
Bloom Award
Bloom Awards માટે એન્ટ્રીઓ સ્વીકારાય છે
એન્ટ્રીઓ સ્વીકારવાનું બંધ થવામાં બાકી—
લેટિનથી આગળની લિપિઓ માટેનો પ્રથમ વૈશ્વિક સંચાર ડિઝાઇન પુરસ્કાર.
દરેક લિપિમાં મૂલ્યાંકન પોતાની લિપિના જાણકાર નિષ્ણાતો કરે છે.
Bloom Award શું છે?
Bloom Award શું છે?
GRANSHAN Bloom Award લેટિનથી આગળની લિપિઓ માટેનો સંચાર ડિઝાઇન પુરસ્કાર છે. તે ટાઇપફેસને નહીં, પરંતુ ટાઇપનો ઉપયોગ કરતી ડિઝાઇનને જુએ છે: ટાઇપફેસ ટાઇપ ડિઝાઇન સ્પર્ધા GRANSHAN Base Awardમાં રજૂ થાય છે.
દુનિયા માત્ર લેટિનમાં જ નથી લખતી. તે અરબી, આર્મેનિયન, ચીની, ગ્રીક, જાપાની, કોરિયન, તમિલ, થાઈ અને બીજી અનેક લિપિઓમાં લખે છે. આ લિપિઓ માત્ર અક્ષરો નથી: તે ઓળખ, વારસા અને સર્જનશીલતાના અવાજ છે.
GRANSHAN Bloom Award માટેની દરેક રજૂઆતનું મૂલ્યાંકન તેની મૂળ લિપિમાં થાય છે. મૂલ્યાંકન કરતા ડિઝાઇનરો તે ભાષા બોલે છે, તેની ટાઇપોગ્રાફિક પરંપરાઓ સમજે છે અને તેના સાંસ્કૃતિક અર્થોને પારખે છે. વિશ્વના સહિયારા સ્વરમાં તમારો અવાજ ઉમેરો અને દુનિયાને તે સાચા અર્થમાં સાંભળવા દો.
કોણ ભાગ લઈ શકે?
Bloom Award સૌ માટે છે: સ્ટુડિયો, સ્વતંત્ર ડિઝાઇનરો, બ્રાન્ડ અને ઊભરતી પ્રતિભાઓ. તમે લેટિનથી આગળની લિપિઓ સાથે ડિઝાઇન કરતા હો, તો આ તમારા માટે છે.
હું શું રજૂ કરી શકું?
મૂલ્યાંકન કોણ કરે છે?
9 માધ્યમ શ્રેણીઓ અને 8 લિપિ સમૂહોમાં દરેક નિર્ણાયકમંડળમાં લિપિ નિષ્ણાતો અને માધ્યમ નિષ્ણાતો સાથે આવે છે. દરેક લિપિ સમૂહમાં ઓછામાં ઓછા બાર નિર્ણાયકો છે. તેથી તમારી કૃતિ સામાન્ય ઢગલામાં ભળી જતી નથી; તમારી લિપિ અને તેની સાંસ્કૃતિક બારીકીઓ સાથે જીવતા લોકો તેનું મૂલ્યાંકન કરે છે.
શા માટે ભાગ લેવો?
તમારા કાર્યને માન્યતા
તમને મળેલી માન્યતાનું સ્પષ્ટ ચિહ્ન, જે તમે ગ્રાહકો, સહયોગીઓ અને તમારા સમુદાય સાથે વહેંચી શકો.
સાચવવા અને વહેંચવા માટેનું પ્રમાણપત્ર
દરેક પુરસ્કાર વિજેતાને સુંદર રીતે ડિઝાઇન કરેલું ડિજિટલ પ્રમાણપત્ર મળે છે – તેમની સિદ્ધિનો કાયમી દસ્તાવેજ, ડાઉનલોડ કરવા અને વહેંચવા માટે તૈયાર.
તમારી વૈશ્વિક ઓળખ
GRANSHANનાં માધ્યમો અને પસંદગીના મીડિયા ભાગીદારો દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સુધી પહોંચો.
ઑનલાઇન પ્રદર્શન અને દીર્ઘકાલીન સંગ્રહમાં તમારું કાર્ય
તમારો પ્રોજેક્ટ અમારા ઑનલાઇન પ્રદર્શનમાં રજૂ કરો અને તેને કાયમી ડિજિટલ સંગ્રહમાં સાચવો – આ પ્રથમ આવૃત્તિથી જ.
મુખ્ય અને પ્રાદેશિક પ્રદર્શનોમાં તમારી ડિઝાઇન
Award Premiere અને Core Exhibition પછી પસંદ કરેલી કૃતિઓ GRANSHANના આંતરરાષ્ટ્રીય ભાગીદાર નેટવર્ક દ્વારા રજૂ કરવામાં આવશે – જેમાં પ્રાદેશિક પ્રદર્શનો પણ સામેલ છે, જે વિશ્વના જુદા જુદા ભાગોમાં એકસાથે યોજાઈ શકે છે.
આયોજિત મુદ્રિત પ્રકાશન
સન્માનિત કૃતિઓની કાળજીપૂર્વક કરેલી પસંદગી સાથેનું મુદ્રિત પ્રકાશન અમે તૈયાર કરી રહ્યા છીએ.
ટાઇપ ફાઉન્ડ્રીની ખાસ રજૂઆતમાં
Foundry’s Choice: ટાઇપ ફાઉન્ડ્રી તમારો પ્રોજેક્ટ પોતાના પ્રેક્ષકોને બતાવે છે, પછી GRANSHAN તેને દુનિયા સમક્ષ રજૂ કરે છે.
Bloom Award શા માટે મહત્ત્વનો છે?
ભાગીદારો
Supporting Foundries Club
મુખ્ય પ્રાયોજકો
Base Awardના ભાગીદારો
Bloom Awardના ભાગીદારો
GRANSHANને સમર્થન આપવા ઇચ્છો છો? નિઃસંકોચ અમને ઇમેઇલ કરો: granshan@granshan.com